મુંબઈ: આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન(Salman Khan) અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા (Maine Pyaar Kiya). આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં.
Hahaha this is the sweetest video on the net that I’ve seen today 👍🏻 https://t.co/zrZ2evID7a
— Raveena Tandon (@TandonRaveena) November 13, 2019
વીડિયોમાં જોવા મળે છે કે આ બંને જણાએ કપડાં પણ એ જ પહેર્યા છે જે ફિલ્મમાં કલાકારોએ પહેર્યા હતાં. બંનેએ ખેતરોમાં આ ગીત પર શાનદાર લિપસિંગ કરતા કરતા ડાન્સ કર્યો છે. સલમાન ખાન આમ તો ટ્વીટર પણ ખુબ એક્ટિવ રહે છે. જો કે રવિના ટંડને આ કપલના પરફોર્મન્સના ખૂબ વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે નેટ પર આ સૌથી પ્યારો વીડિયો છે. જેને મે આજે જોયો છે.
જુઓ LIVE TV
રવીના ટંડન ઉપરાંત પણ નેટ પર અનેક લોકોએ આ કપલ ડાન્સ પર પોતાના રિએક્શન આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે